એક અઠવાડીયામાં બીજી વખત અમદાવાદમાંથી હથિયારોનો જથ્થો ઝડપાયો

એક અઠવાડીયામાં બીજી વખત અમદાવાદમાંથી હથિયારોનો જથ્થો ઝડપાયો
Spread the love

અમદાવાદ,
એક અઠવાડીયામાં બીજી વખત શહેરમાંથી હથિયારો નો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. અમદાવાદ એસઓજી દ્વારા ગોમતીપુર વિસ્તારમાથી ૪ હથિયાર અને જીવતા કારતૂસ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી છેલ્લા ઘણા સમયથી પોતાના વતનથી હથિયાર લાવી અમદાવાદમાં વેચાણ કરતો હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે પોલીસે હથિયાર વેચનાર અને ખરીદનાર ની માહિતી મેળવી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ એસઓજીની કસ્ટડીમાં રહેલા આ આરોપીનુ નામ નબીઅહેમદ નિરમહમદ પઠાણ. જે બાપુનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં રહે છે અને મુળ ઉત્તરપ્રદેશના રામપુરનો વતની છે. નબીઅહેમદ છેલ્લા ૧૫ વર્ષથી અમદાવાદ રહે છે,. અને કાપડ પર ભરતનુ કામ કરે છે. પરંતુ જ્યારે પણ તે પોતાના વતની અમદાવાદ આવે અથવા કોઈ પરિચિત આવતુ હોય તો તેમની પાસે ગેરકાયદે હથિયારો મંગાવી તેનુ વેચાણ કરતો હતો, જે અંગે માહિતી મળતા પોલીસે તેની ધરપકડ કરી અને ૧ પિસ્ટલ. ૩ તમંચા અને ૧૨ જીવતા કારતુસ સાથે આરોપીની ધરપકડ કરી છે.

આરોપીની ધરપકડ કરી તેની પુછપરછ કરતા અગાઉ ૩ વખત હથિયાર વેચવાના ગુનામાં ધરપકડ થઈ છે. ઉપરાંત મારામારી ના ગુનામા પણ આરોપી સંડોવાયેલ છે. જેથી એસઓજીએ આરોપી ઉત્તપ્રદેશથી હથિયાર કોની પાસેથી લવતો. કયા માર્ગે લાવતો. અમદાવાદમાં કોને વેંચવાનો હતો અને ભૂતકાળમાં કોને કોને વેંચ્યા છે તે અંગે તપાસ હાથ ધરી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!