પોકસો એકટ તથા અપહરણના ગુનાના આરોપીઓને ઝડપી પાડતી કાવી પોલીસ

Spread the love

વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી અભયસિંહ ચુડાસમા સાહેબ તથા ભરુચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તથા નાયબ પોલીસ અધીક્ષક સાહેબશ્રી એ. જી. ગોહીલ સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા તથા અપહરણના ગુનાના કામના આરોપીઓને પકડવા માટે આપવામાં આવતી સુચનાઓ આધારે પો.સ.ઇ. સી. જે. પુવાર તથા CRPC વિરભદ્રસિંહ જયવંતસિંહ તથા અ. હે. કો મહેશભાઇ પ્રભાતભાઇ તથા CRPC જગદીશભાઇ ગોવિંદભાઇનાઓ સાથે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન પો.સ.ઇ સી. જે. પુંવારનાઓને મળેલ બાતમી આધારે કંબોઇ ગામેથી રામોલ પો. સ્ટ (અમદાવાદ) ગુ. ર. ન. ફસ્ટ-૨૧૦/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૧૧૪ તથા પોકસો એકટ કલમ ૧૮મુજબના ગુનાના કામે ભોગ બનનાર તથા આરોપી વિજય રાજુ પરમાર રહે . ખોડીયાર વાવવાળો વાસ, વસ્ત્રાલ, અમદાવાદ (૨) સંજય રણજીતભાઇ પરમાર રહે. ચાંગોદર, જી. અમદાવાદનાઓને પકડી સદર ત્રણેયનો કજો અમદાવાદ જિલ્લાના રામોલ પોલીસને સોંપવામાં આવેલ છે .

ઉપરોકત કામગીરી પો.સ.ઇ. શ્રી સી. જે. પુવાર, અ.હે.કો. મહેશભાઇ પ્રભાતભાઇ, LRPC વિરભદ્રસિંહ જયવંતસિંહ તથા CRPC જગદીશભાઇ ગોવિંદભાઇ કાવી પો.સ્ટે.નાઓ મારફતે તા. ૧૩/૧૨/૨૦૧૯ ના રોજ ટીમ વર્કથી આ કામગીરી કરવામાં આવેલ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!