સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગાંભોઇ પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યો

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગાંભોઇ પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યો

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે  હિંમતનગર ગ્રામ્ય તથા ગાંભોઇ પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યો

સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી. ચૈતન્ય મંડલીક સા.શ્રી એ સાબરકાંઠા જિલ્લામાં નાસતા ફરતા ઇસમોને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ શ્રી. વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી. ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા પેરોલ ફર્લો સ્કોડ એલ.સી.બી. તથા એએસઆઇ ઇન્દ્રસિંહ એ.એસ.આઇ દલજીતસિંહ, હેકો રજુસિંહ વિગેરે સ્ટાફના માણસો દ્રારા બાતમી મેળવી હિંમતનગર ગ્રામ્ય પ્રોહી.૨૮/૧૯ પ્રોહી.ક.૬૫એઇ.૧૧૬બી,૯૮(ર),૮૧ મુજબના ગુન્હાના કામનો આરોપી રાકેશકુમાર નાનજીભાઇ અસારી ઉ.વ. ૨૯  રહે.ઝાંજરી  માતાજી  ફળો  પોસ્ટ પાટી  તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન વાળાને તા.૧૩/૧૨/૧૯ ના ક.૧૦/૪૫ વાગે હિંમતનગર આર.ટી.ઓ. સર્કલ ઉપરથી સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. સોંપેલ છે. તેમજ ગાંભોઇ પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં. ૩૨૬/૧૯ પ્રોહી.ક.૬૫એઇ.૧૧૬બી,૯૮(ર),૮૧, ૮૩ મુજબના ગુન્હાના કામનો આરોપી રણજીતભાઇ મખનાજી ડામોર ઉ.વ.૩૭ રહે. ઉપલુ ફળીયુ ઝાંઝરી તા. ખરેવાડા જી. ઉદેપુર રાજસ્થાન વાળાને આજરોજ તા.૧૩/૧૨/૧૯ ના ક.૧૧/૩૦ વાગે હિંમતનગર એસ.ટી.સ્ટેન્ડ પરથી સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી મહીલા પો.સ્ટે. સોંપેલ છે.

 

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Right Click Disabled!