ગુજરાત પત્રકાર એકતા સંગઠનના નવમા ઝોનનું અધિવેશન કાંકરેજના રણાવાડા ખાતે યોજાયુ

ગુજરાત પત્રકાર એકતા સંગઠનના નવમા ઝોનનું અધિવેશન કાંકરેજના રણાવાડા ખાતે યોજાયુ
Spread the love
ગુજરાત પત્રકાર એકતા સંગઠનના બનાસકાંઠા એકમના પ્રમુખ તરીકે વસંતભાઈ ગોસ્વામીની વરણી

ડીસા

ગુજરાત પત્રકાર એકતા સંગઠનના નવમા ઝોનમાં સમાવિષ્ટ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના પત્રકારોનું સ્નેહ મિલન અને સંગઠનનું અધિવેશન રવિવારે બનાસકાંઠા જિલ્લાના કાકરેજ તાલુકાના રણાવાડા ખાતે ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયું હતું.આ અધિવેશનમાં ચાર જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકાર મિત્રો બહોળી સંખ્યામાં હાજર રહી નવા સંગઠનમાં સહયોગી બન્યા હતા.

 

ગુજરાત પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયાના અધ્યક્ષ સ્થાને તેમજ સંગઠનના પ્રેરક સલીમભાઈ બાવાણીની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલ આ અધિવેશનને પ્રદેશ અધ્યક્ષ લાભુભાઇ કાત્રોડિયા, પ્રેરક સલીમભાઈ બાવાણી, ગૌરાંગ પંડ્યા (ગાંધીનગર), ભાગ્યેશભાઈ દવે સહિત પ્રદેશ અગ્રણીઓ, ઝોન પ્રભારીઓ તેમજ વરિષ્ઠ પત્રકારોએ મોમાઈ માતાના સાનિધ્યમાં મહાત્મા ગાંધીની તસવીર સમક્ષ દીપ પ્રાગટ્ય કરી સત્ય,અહિંસા અને કરુણાનો સંદેશ રેલાવી અધિવેશનનો પ્રારંભ કરાવ્યો હતો.

આ અવસરે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો તેમજ પત્રકારોનું ઝોન પ્રભારી અંબાલાલ રાવલે શાબ્દિક સ્વાગત કર્યા બાદ ઝોન ટીમના તમામ પત્રકારોએ પણ પત્રકાર એકતા સંગઠનના આગેવાનોનું ફૂલ હારથી સ્વાગત સન્માન કર્યા બાદ ગૌરાંગભાઈ પંડ્યાએ પત્રકારોને નાના મોટાના ભેદભાવ ભૂલી એક થવા હાકલ કરી હતી.કાર્યક્રમમાં પ્રદેશ ઉપ્રમુખ ગીરવાનસિંહ સરવૈયા, આર.બી.રાઠોડ સહિત મહેમાનોએ સૌ પત્રકારોને ભેદભાવ ભૂલી સંગઠનમાં જોડાવા હાકલ કરી હતી.

 

જ્યારે સંગઠનના પ્રેરક સલીમભાઈ બાવાણીએ પત્રકાર એકતા સંગઠનનો પાયો નંખાયા બાદની સફળતાઓ પર પ્રકાશ પાડી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ઝોન ૯ ની ટીમના પ્રભારી શૈલેષભાઈ પરમાર, સહ પ્રભારી બળવંતસિહ ઠાકોર, કમલેશભાઈ પટેલ, હર્ષદસિહ ઠાકોર, જાકિરભાઈ મોગલ સહિત અન્ય અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહી પત્રકારોની એકતા પર ભાર મુક્યો હતો.

પત્રકાર એકતા સંગઠનના ઝોન -૯ ના પ્રભારી અને અધિવેશનના યજમાન અંબાલાલભાઈ રાવલ,સહ પ્રભારી કમલેશભાઈ જોશી, કોઓર્ડીનેટર ગોવિંદભાઈ ખરાડી, કોઓર્ડીનેટર મનોજભાઈ રાવલ, કોઓર્ડીનેટર ભૂપેન્દ્રસિંહ સોલંકી તેમજ નવ નિયુક્ત પ્રદેશ સહમંત્રી હેમુભા વાઘેલાની સક્રિય જહેમતથી સફળ રીતે સંપન્ન થયેલા આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયાએ ઉપસ્થિત પત્રકારોને સંગઠનનું મહત્વ સમજાવી ઉપયોગી માર્ગદર્શન આપવા સાથે સંગઠનની રચના અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.

બાદમાં પ્રદેશ અગ્રણીઓની ઉપસ્થિતિમાં બનાસકાંઠા એકમના સંગઠનની રચનાની કવાયત હાથ ધરાઇ હતી જે દરમ્યાન પત્રકાર એકતા સંગઠનના બનાસકાંઠા જિલ્લા એકમના પ્રમુખ તરીકે સર્વાનુમતે વસંતભાઈ ગૌસ્વામીની વરણી કરાતા ઉપસ્થિત તમામ પત્રકારોએ પણ હર્ષનાદ સાથે સંગઠનના પ્રથમ જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામીને વધાવી લઈ તેમનું સન્માન કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત પ્રદેશ અગ્રણીઓએ પણ નવનિયુક્ત પ્રમુખને શુભકામનાઓ પાઠવી ઝોન ૮-૯ ની ટીમને નિયુક્તિપત્રો એનાયત કર્યા હતા. કાર્યક્રમના અંતે કંચનજી ઠાકોરે આભારવિધિ કર્યા બાદ સૌ પત્રકાર મિત્રોએ સામુહિક રીતે પ્રસાદ લઈ “અન્ન ભેળાં તેના મન ભેળાં” નો સંદેશ આપ્યો હતો.

રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)

Manoj Raval

Manoj Raval

Right Click Disabled!