વાલીયાના કરા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ LCB

વાલીયાના કરા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ LCB
Spread the love

પોલીસ મહાનિરિક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓ તરફથી જીલ્લામાં પ્રોહી. જુગાર ની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેકટર જે. એન. ઝાલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી.ના પો.સ.ઇ. પી. એસ. બરંડા તથા પો.સ.ઇ. વાય. જી. ગઢવી તથા એલ.સી.બી.ના પોલીસ માણસોની ટીમ વાલીયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

દરમ્યાન બાતમી હકીકત મળેલ કે વાલીયા તાલુકાના કરા ગામે રહેતા બુધેશભાઇ ઉર્ફે લાલો શીવાભાઇ વસાવા નાઓએ ગે . કા . વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવી વેચાણ કરવા સારૂ પોતાના ઘરમાં સંતાડી રાખેલ છે જેથી મળેલ બાતમી હકીકત આધારે ભરૂચ એલ.સી.બી.ના પોલીસ માણસોની ટીમે બાતમી હકીકત આધારે રેડ કરતા સ્થળ ઉપરથી બુધેશભાઇ ઉર્ફે લાલો શીવાભાઇ વસાવા રહે કરા, લીમડા ફળીયુ, તા.વાલીયાનાઓ અલગ-અલગ બનાવટ ના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલ નંગ-૨૦૦ કી. રૂ. ૨૪,૨૦૦/- તથા મોબાઇલ ફોન મળી કુલ કી. રૂ. ૨૪,૭૦૦/-ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા મળી આવેલ દારૂનો જથ્થો કબ્બે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ અર્થે વાલીયા પો.સ્ટે.મા સોંપવામાં આવેલ છે

કામગીરી કરનાર ટીમ

પો.સ.ઇ. પી. એસ. બરંડા તથા પો.સ.ઇ. વાય. જી. ગઢવી તથા હે. કો. ચંદ્રકાંત તથા હે. કો. અજયભાઇ તથા હે. કો. દિલીપભાઇ તથા હે. કો. વર્ષાબેન LCB ભરૂચ

Admin

Admin

9909969099
Right Click Disabled!